Home> Gujarat
Advertisement
Prev
Next

Budget 2020: અનેક જાહેરાતો વચ્ચે ગુજરાતને શું મળ્યું? તમને શું ફાયદો... ખાસ જાણો 

બજેટમાં અન્ય રાજ્યો માટે ગુજરાતની વ્યવસ્થાને મોડેલ તરીકે રજૂ કરાઈ, સંસદમાં પણ ગુજરાત અને ગુજરાતીઓની વાહવાહી.

Budget 2020: અનેક જાહેરાતો વચ્ચે ગુજરાતને શું મળ્યું? તમને શું ફાયદો... ખાસ જાણો 

ઝી બ્યુરો, અમદાવાદ: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2020 રજુ કર્યું આ દરમિયાન ગુજરાત માટે પણ ખાસ પેકેજની જાહેરાત કરવામાં આવી. ભારતનાં બજેટ 2020માં ગુજરાત માટે ખાસ પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. ધોળાવીરા, બુલેટ ટ્રેન અંગે પણ ખાસ પેકેજ જાહેર કરાયા છે. આટલું જ નહીં ગુજરાત મોડેલથી રાજ્યમાં રક્ષાશક્તિ અને ફોરેન્સિક યુનિવર્સિટીઓ વિકસાવવાની પણ ભારતભરમાં તૈયારીઓ કરવામાં આવી છે. આમ, ભારતનાં બજેટ 2020માં ગુજરાતને વિશેષ ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર તરફથી મળી છે. ગુજરાત અને ગુજરાતીઓની વ્યવસ્થા સંસદમાં વખણાઈ વાહવાહીઓ થઈ છે.

fallbacks

બજેટ 2020: 'આવકવેરો કાઢી નાખો તો પણ આ દેશને કોઈ ફરક ન પડે, વધુ છૂટ આપવી જોઈતી હતી'

બુલેટનું કામ બુલેટની ગતિથી દોડશે
બજેટમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ યુધ્ધના ધોરણે વધારવાની જાહેરાત કરવામાં આવી છે આ માટે ખાસ પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત ટુરિઝમ વિકાસ માટે ખાસ પેકેજ
ગુજરાતમાં ટુરિઝમનાં વિકાસ માટે પણ બજેટમાં ખાસ જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત ઐતિહાસિક સ્થળો અને પુરાતત્વ ખાતા માટે ખાસ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. 

બજેટ 2020માં ઈન્કમ ટેક્સને લઈને નાણામંત્રીએ કરી મસમોટી જાહેરાત, ટેક્સ સ્લેબની થઈ કાયાપલટ

કલ્ચર મ્યુઝિમની જાહેરાત
બજેટમાં ગુજરાતમાં સાંસ્કૃતિક મ્યુઝિયમ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. આ માટે ગુજરાતનું ધોળાવીરા સામેલ છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

દરિયાઈ મ્યુઝિયમની તૈયારી
દ્વારકામાં અન્ડર વોટર મ્યુઝિયમ બનાવવા અંગે પણ સરકારી બજેટમાં અગત્યની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત મોડેલ તરીકે બજેટમાં રજૂ કરાયુ
રાજ્ય સરકાર દ્વારા ફોરેન્સિક સાયન્સને મજબૂત બનાવવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષાશક્તિ યુનિવર્સિટી શરૂ કરી હતી. જેને આગળ ધપાવવા માટે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બનેલી કેન્દ્ર સરકારના નાણાંમંત્રીએ ગુજરાત પેટર્નથી દેશનાં અન્ય રાજ્યોમાં પણ આતંકવાદ અને ઘૂસણખોરી અને સાયબર ક્રાઈમને નાથવા માટે ફોરેન્સિક યુનિવર્સિટી અને પોલીસ યુનિવર્સિટી શરૂ કરવાની જાહેરાત કરી છે. આમ, ગુજરાતની સરહારના દેશની સંસદમાં થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More